હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા અલગઅલગ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ એક જ ધ્યેય સાથે કામ કરી રહ્યો છે અને એ ધ્યેય છે કોરોના સામે યુદ્ધ. હાલમાં અમદાવાદમાં સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ છે
અને લોકોના હિત માટે જ હકારાત્મક પગલા તરીકે લોકો માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં ખાસ કરીને સુરતમાં છેલ્લા બે દિવસમાં પરપ્રાંતિય મજૂરો દ્વારા ત્રણ વખત વતન જવા માટે હોબાળો કરવાની ઘટના બની છે ત્યારે રાજ્યના પોલીસ વડાએ તેમને ખાસ વિનંતી કરતા કહ્યું છે કે ''બહારના રાજ્યના વતની હોય એવા શ્રમિકોના સુરત સહિતના એકમો ખાતે કોન્ટ્રાક્ટરો અને માલિકોને સાથે રાખીને સંવાદ કરવામાં આવી રહ્યો છે. તેમના ખાવા-પીવાની ચિંતા કરવામાં આવી રહી છે. તેઓના પ્રશ્નનો ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા શ્રમિકોને પણ વિનંતી છે કે કોઈની વાતોમાં આવશો નહીં. સમગ્ર દેશ lockdownમાં છે. હાલમાં પરિહનનનું કોઈ સાધન ઉપલબ્ધ નથી એટલે તમે કોઈપણ રીતે વતન સુધી પહોંચી શકશો નહીં. ગામડાઓમાં પણ lockdown છે. ગામડામાં બહારથી આવનાર લોકો માટે પ્રવેશબંધી છે એટલે કોઈએ જવાનો પ્રયાસ કરવો નહીં.''
શિવાનંદ ઝાએ વિશેષમાં માહિતી આપતા જણાવ્યું કે એપીએમસી ખાતે ખરીદ-વેચાણ કાર્યવાહી શરૂ થઈ રહી છે આથી તમામ APMC ખાતે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાની સુચના આપવામાં આવી છે.
ગઇકાલ (તા.14/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે